Bhadrakali Mandir Bhadran
Click Here To View Live Events
ભદ્રકાળી માતાજી ભાદરણાનું વસિચાણ આઠસો વર્ષનું ગણાય છે. મૂળ ભદ્રપુર નામ હતું અને ગામમાં ભદ્રકાળી માતાનું પ્રાચીન દેવસ્થાન હતું. માતાજીના નામ પરથી ભદ્રપુર નામ પડેલું પરંતુ કાળે કરી અપભ્રંશ થઈ “ભાદરણ” નામથી પ્રચલિત બન્યું. આ સ્થળે ભદ્રકાળી માતાએ ભદ્રાસુર નામના દૈત્ય ને મારેલો અને તેનો વધ કરી માતાજી ઉત્તરાભિમુખે “વરખડી” ના ઝાડ નીચે બિરાજ્યાં તેમની સાથે તેમના બેન શ્રી “બગલામુખી” ઉર્ફે “પિતાંબરીદેવી” પણ બિરાજમાન છે. આ બન્ને પીઠો ભારતમાં ઉગ્રપીઠો પેંકી માંની હોવા છતાં ભાદરણામાં સૌમ્ય સ્વરૂપે છે. માતાજીની મૂર્તિઓ સ્વયં પ્રગટ થયેલ છે. મંદિરના પાચા ખોદતાં સ્વયં પૂર્ણ કદની શ્રી હનુમાનજીની ઉભી મૂર્તિ મળીએવેલી જે છ ફુટ ઉંચી છે. જે માતાજીના મંદિરમાં પ્રવેશતાં જમણા હાથે પઘરાવેલી છે. માગસર સુદ ૧૪ નો દિવસ શ્રી ભદ્રકાળી માતાનો પ્રાગટચ દિન મનાચ છે. તેથી ભાદરણ ગામ આ દિવસે દર વર્ષે “મોટી ઉજાણી" નો ઉત્સવ મનાવે છે. વર્ષોથી ભાદરણમાં દર વર્ષે ત્રણ હવન કરવામાં આવે છે. ૧. માગસર સુદ - ૧૪ (ચોંદશ) ૨. શ્રાવણ સુદ - ૮ (આઠમ) ૩. આસો સુદ - ૮ (આઠમ) આ ત્રણમાં ચૌદસ નો હવન મુખ્ય ગણાય છે.